Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha

Abstract

3  

Neha

Abstract

દિલથી આવકારુ, તને ઓ ડિસેમ્બર

દિલથી આવકારુ, તને ઓ ડિસેમ્બર

1 min
213


દિલથી આવકારુ, તને ઓ, ડિસેમ્બર, 

આ વરસ, ગયું ખુબ ખરાબ ને ભયંકર !

ફરીથી આવજે, આવતાં વરસે, 

લઈને ભેટ સૌગાદો, અતિ સુંદર !


દિલથી આવકારુ, તને ઓ, ડિસેમ્બર, 

લોકડાઉનમાં ગયો, આખો એમ સમર !

ઓનલાઈનમાં રહ્યાં, સ્ટુડન્ટ ને ટિચર,

પાનખર ગઈ ને, વળી આવ્યો વિન્ટર !


દિલથી આવકારુ, તને ઓ, ડિસેમ્બર, 

જીવવા માટે, અમે કરી ખુબ કસર !

સાથે લઈ જાજે, કડવી યાદોની અસર,

જોજે માણસ, ના બને એક જીવતી કબર !


દિલથી આવકારુ, તને ઓ, ડિસેમ્બર, 

રહ્યાં દૂર સૌ જણ, એકબીજાથી સદંતર !

કરાવજે મેળાપ, ન રાખી કોઈ અંતર,

આપજે સૌને, એક સોનેરી અવસર !


દિલથી આવકારુ, તને ઓ, ડિસેમ્બર,

આશામાં ગયો, આખો નવેમ્બર !

તહેવારો ઉજવાયાં, બનીને સ્ટીકર,

લાચાર થયાં સૌ, ગરીબ કે તવંગર !


આવજે ના કદી, લઈને આવી બીમારી ભયંકર,

લાવજે સદા, સુખ શાંતિનો સમંદર, 

વળી, ભાઈચારો ને, 'ચાહત'નો રત્નાકર,

વિદાય આપીશું, અમે ભાવસભર,

જો, તું આવશે આવતે વરસે બનીને,

એક હમસફર !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract