STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

3  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

દિલથી આભાર

દિલથી આભાર

1 min
178

પિંડ ઘડ્યો ઘડવૈયા ઈશ્વર કહેવાયા

જન્મ, સંસ્કાર, દીધાં માવતર કહેવાયા,


કોરી પાટી લઈને નિશાળે ગ્યા'તાં

અતથી અમને ઈતિ સુધી આલેખ્યાં,


માટીનો ઘડો થાય પાકકો નીંભાડે

કરશે ટકોરા દઈ કસોટી ઘડવૈયા,


જીવન પરીક્ષામાં આવવાને અવ્વલ

દીધું પ્રશિક્ષણ એ શિક્ષક કહેવાયા


કડક લહેજે તો કયારેક હેતે બોલાવતા

સ્વચ્છતા ને શિસ્તના પાઠ ભણાવ્યાં,


કોઈ ન આશ કરી આશિષ બસ દેતા

નિઃસ્વાર્થ ભાવે નીતિ રીતિ અપનાવ્યા,


સાથી સહારો ને સારથી ગુરુજી તમે

માનું દિલથી આભાર જ્ઞાન દિપક પ્રગટાવ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract