દિલની ડાયરી કરી મે તારે નામ
દિલની ડાયરી કરી મે તારે નામ
આ ખૂબસૂરત મોસમ
પંખીઓ ચહેકી રહ્યા છે,
ફૂલો મહેકી રહ્યા છે,,
હવાને ચડ્યો નશો સુગંધનો
આ છોડ નૃત્ય કરી રહ્યા છે,
આ રોજબરોજના કામકાજને કોરાણે મૂકી
ખોલી મે દિલની ડાયરી
લખ્યું મે હર પન્ના પર તારું નામ,
દિલની પૂરી ડાયરી કરી મે તારે નામ,
આ ફૂલો આ હવા સાથે લાવી તારો સંદેશ
તારી જ વાત અને તારી જ યાદો,
કર્યો મે દિલ સાથે વાયદો
દિલની અદાલતનો સૌથી સુંદર કાયદો
જન્મો જન્મ સાથ રહેવાનો આપ્યો વાયદો,
આ દિલના હર એક પન્ના પર લખ્યું મે તારું નામ
આ દિલની ડાયરી કરી મે તારે નામ.

