દીકરી
દીકરી
લાગણીની ભાવના છે દીકરી,
હેતની આરાધના છે દીકરી.
લાડકી ને મીઠડી એ લાગતી,
જિંદગીની ઝંખના છે દીકરી.
વાત સમજી જાય અંતરની બધી,
ઘરના સૌની ચાહના છે દીકરી.
થાય જ્યારે સાસરે વિદાય એ,
ખૂબ વસમી વેદના છે દીકરી.
જે ઉજાળે કુળ બે જગમાં સદા,
કોઇ અનોખી ચેતના છે દીકરી.
ચાહતું જેની ખુશીઓ નિત હ્રદય,
એક મંગલ કામના છે દીકરી.
જિંદગીની ધૂનમાં કો' "ગીત"ની,
સૂરીલી એ સાધના છે દીકરી.
