દીકરી
દીકરી
જેને ઘેર અવતરે એક દીકરી
એને ઘેર ખીલી ઊઠે ખુશીની કિલકારી,
આંગણે ફેલાય સદા હસતી કળી
ઘેર કદાપિ ન આવે ઉદાસી,
સૌના હસતા રહે સદા ચહેરા
લક્ષ્મીની ન રહે જરા કમી,
જ્ઞાનરૂપી ગંગા આવે દોડતી
ઝઘડાની ન રહે ગુંજાઈશ,
મળી જાય સૌને સાથ
મિત્રતા ન પડે શોધવી,
આંગણ સદા શોભે દીકરી
ન માગવી પડે અન્યની મદદ.
