ધ્યેય
ધ્યેય
અજવાળ તારી રીતે તારું કોડિયું તું,
અજળાવું મારી રીતે મારું કોડિયું હું.
ના મારાને ફૂંક માર અદેખાઈથી તું,
ના તારાને ફૂંક મારું અદેખાઈથી હું.
તેજ તારું વધારે હોય તોય અજવાળું,
તેજ મારું વધારે હોય તોય અજવાળું.
તું દિલાવર બને તો તારું તેજ મારું,
હું દિલાવર બનું તો મારું તેજ તારું.
કદાચ મને જોઈ સાચું સમજે ઓલા,
કદાચ તને જોઈ સાચું સમજે પેલા.
તારે મારે આંગણે પ્રગટાવ્યાની ઉજાણી,
ઓલે પેલે આંગણે પ્રગટ્યાની ઉજાણી.
આજની મહેફિલમાં તેજ રેલીએ હું ને તું,
કાલની મહેફિલમાં "આપણે" નહિ હું ને તું.
મારું,તારું, ઓલ્યા, પેલ્યાનું ચમકે તેજ,
મારું,તારું, ઓલ્યા,પેલ્યાનું ધ્યેય એજ.