ધર્મતાને નામ
ધર્મતાને નામ


બદનામ કરી ગયા લોક, સુંદરતાને નામ,
જુઓને કેટલા મળ્યા છે, આ ચાંદને દામ,
બદનામ કરી ગયા લોક, ધર્મતાને નામ,
જુઓને ઈદ,બીજ અને કેટલાયે દામ,
મળી જાઉં તો સનમ ને, છૂટી જાઉં તો બેવફા,
કેટલું સહન કરું, નથી સહેવી હવે એકેય જફા,
આખો દિ કેટલુંયે દઝાડે છે, આ સૂરજ,
કેટલી આગ સહુ છું ત્યારે, મળે સૂરત,
હું આવું ને સૂરજ ભાગે, રાત ઓઢીને,
તોય લોક કહે બેવફા, આ દિવાનીને.