STORYMIRROR

Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

ધર્મનિરપેક્ષ મતદાન

ધર્મનિરપેક્ષ મતદાન

1 min
117

ચૂંટણી છે આપણા લોકતંત્રનુ સહુથી મહત્વનું પર્વ,

મતદાન કરવામાં આપણે સહુને હોવું જોઇએ ગર્વ,

જે મતદાન હોય ધર્મથી પર, તે છે સૌથી ઉપર,

જો ભાગ નહી લ્યો મતદાનમા, તો રહેશે ગુંડાઓનું વર્ચસ્વ,

 

નાત, જાત અને પ્રદેશના ભેદભાવનો હોવો જોઇએ અભાવ,

લોભ, લાલચ અને લાંચનો ના પડવો જોઇએ પ્રભાવ,

જે મતદાન હોય ધર્મથી પર, તે છે સૌથી ઉપર,

જો મતદાન થયું કુપાત્ર ને, દેશને લાગશે ઘાવ,

 

બધી બાબતોને ભુલીને, માત્ર સુપાત્ર ને કરજો મતદાન,

ચુંટાયેલા નેતાઓના હાથમાં રહેશે દેશનું સુકાન,

જે મતદાન હોય ધર્મથી પર, તે છે સૌથી ઉપર,

મતદાન કરજો વિચારીને, જાણે કરવાનું હોય કન્યાદાન !



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational