ધરાએ ધર્યા વેશ
ધરાએ ધર્યા વેશ
આવી આકાશી વાદળી નવા દેશ,
ધરાએ ધર્યા કંઈ અવનવા વેશ.
સુકેલી ધરામાં પુરાયા પ્રાણ નવા,
લીલુડી ધરતીને ઉગ્યા પાન નવા.
હતી જ્યાં સુકાયેલી ઉડતી માટી,
વરસાદી પાણીથી આજ મહેંકી ઉઠી.
સુના પડેલા બાગ બગીચા મહેકયા,
મેઘના અમી છાંટણા આજ પડયા.
સુતેલી વાડ આજે જાગી ઉઠી,
વરસાદી વાયરાએ ભીનપ છોડી.
ઉજ્જડ વેરાન ખેતર આજ ચમક્યા,
લીલી ચાદર ઓઢી ખેતર પોઢ્યા.
મેઘધનુષ થી આજ આભ ખીલ્યાં
ધરાને આભના મિલન રૂડાં થયા
