STORYMIRROR

ASHOK PETHANI 'SNEHI'

Inspirational Children

4  

ASHOK PETHANI 'SNEHI'

Inspirational Children

ધરા ગુર્જર

ધરા ગુર્જર

1 min
155

છે ધરા ગુર્જર રળિયામણી એવી

જે આવે અહીં એનો થઈ જાય છે,


પગલે પગલે પાળિયા, સિંદૂરીયા થાપા

કહાણી શૌર્યની જુઓ કહી જાય છે,


છે ધરા વિશ્વાસની જો માથું નમાવશો

તો પથ્થર પણ દેવતા થઈ જાય છે,


પીલો પાણી નિર્મળ નદીઓ તણા સૌ

નર્મદા, સાબરમતી જુઓ વહી જાય છે,


મોંઘેરા માન અહીં મહેમાન તણા એવા

દાતારી છે દીનની કે ખવડાવીને ખાય છે,


મલક મારો મોંઘામુલો, માયાળુ, મનગમતો

ગુણગાન એના જુઓ 'સ્નેહી' ગાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational