ધીરે ધીરે
ધીરે ધીરે
જેમ જેમ સવાર પડે ધીરે ધીરે
તું મનને મળે ધીરે ધીરે
મારા શ્વાસ તુંજને ભરું ધીરે ધીરે
તું સ્મિત બનીને મળે ધીરે ધીરે
અંતિમ આશ બનીને તું મળે ધીરે ધીરે
તું જ રાહ જોયા કરું ધીરે ધીરે
ચહેરાના હાવભાવ મળે ધીરે
તું જ સંગાથ એ કઈક નવું મળે ધીરે ધીરે
ઓળખ ની એ આશ મળે ધીરે ધીરે
તું જ જીવનની શરૂઆત બને ધીરે ધીરે
નામની સાથે નયન મળે ધીરે ધીરે
જીવનની સાથે રહીને તરે ધીરે ધીરે
ગમ્યાની મુલાકાત મળે ધીરે ધીરે
જીવનની કઈક વાત મળે ધીરે ધીરે
તારી અને મારી કહાની બને ધીરે ધીરે
હું અને તું પ્રેમની મૌસમ બને ધીરે ધીરે

