STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Inspirational Others

4  

Jivatiben Bachubhai Pipaliya

Inspirational Others

ધૈર્યની પતવાર પકડી

ધૈર્યની પતવાર પકડી

1 min
365

જિંદગી લે છો પરીક્ષા હારવું ના કોઈ દિન,

આપદા આવે ભલેને ભાગવું ના કોઈ દિન,


તાપ ને સંતાપ કરતાં છો કસોટી સામટી,

યત્ન કરતા ચાલવું પણ થાકવું ના કોઈ દિન,


ઉર મહીં આશા ભરીને ખૂબ કરતી ખંત ભાઈ,

છો મળે કંટક ! કરમને રોકવું ના કોઈ દિન,


ધૈર્યની પતવાર પકડી, પાળ પણ ઓળંગવી,

જીત ચોક્કસ પામવાને થોભવું ના કોઈ દિન,

 

નાથ જાણે શું જરૂરી, "શ્રી' તણાં જીવન મહીં,

લાડકી છોને છતાં પણ માંગવું ના કોઈ દિન !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational