STORYMIRROR

Isha Kantharia

Romance Inspirational Others

3  

Isha Kantharia

Romance Inspirational Others

ડરીશ નહીં

ડરીશ નહીં

1 min
138

મનને હૈયાનું દ્ભંદ્ભ યુધ્ધ છે સનમ તું ડરીશ નહીં,

મિલનને જુદાઈ ખુદાનું કરમ છે તું ડરીશ નહીં.


સાકી, શરાબી છું હૈયું ખોલી વલોપાત કરૂ છું,

જખ્મો તાજા ને બાકી છે જામ તું ડરીશ નહીં.


આપના દિલને મનમાં દ્વેષ ભર્યો પાપી લોકોએ,

ભરશે દિલમાં નફરતની ચલમ તું ડરીશ નહીં.


દૂર કરે છે સિતમગઢના લોકો પ્રેમી યુગલોને,

તેઓમાં બાકી નથી રહી શરમ તું ડરીશ નહીં.


ખાતરી આપે છે 'ઈશા' હરાવશે સૌ ગુનેગારોને,

લાવીશ હું પણ જોર મારી કલમમાં તું ડરીશ નહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance