ઢળતી સંધ્યા
ઢળતી સંધ્યા
નિજ ગૃહે પાછા ફરતાં પશુ -પંખીને માનવી,
ડૂબતો સૂરજ કરે અનુપમ સૌંદર્યની લ્હાણી,
જાણે નભે ઓઢી સુશોભિત રંગબેરંગી ઓઢણી,
અસ્ત થશે સૌ એક દિન એ વાત હવે સમજાણી,
દિનભરની દોડધામ, પણ અંતે તો ઘરમાં જ મળે શાંતિ,
અથાગ પરિશ્રમ, કર્મયોગી કરે ઢળતી સંધ્યા એ વિશ્રાંતિ,
ઢળતી સંધ્યા એ કલરવ કરતો ઘર પરિવાર,
દિવસ આખાના અનુભવો વહેંચતો પરિવાર.

