દૈનિક નોંધ.
દૈનિક નોંધ.


સત્યના રસ્તે ચાલ્યો,
ખોટાનો કર્યો વિરોધ,
અંતે બધુજ ત્યાં રહ્યું,
અહીંયા તો ફકત હું,
અને મારી દૈનિક નોંધ,
એ મેદાન,
એ વૃક્ષો,
એ વર્ગખંડ,
બધુજ ત્યાંનું ત્યાં,
હું નીકળી ગયો ત્યાંથી,
લઈને મારી દૈનિક નોંધ,
એ હાજરી પત્રક,
એ ફાઈલો,
એ ચોક-ડસ્ટર,
એ ટેબલ-ખુરશી,
ક્યાં જોડે આવ્યું મારી,
પણ એક વાત હતી સારી,
કે સાથે હતી મારી દૈનિક નોંધ,
એ બાળકો,
એ વાલીઓ,
એ સ્ટાફ મિત્રો,
એ રસ્તા,
નથી હવે નજર સમક્ષ,
પણ હજુય છે જે નિષ્પક્ષ,
એ એક હું અને મારી દૈનિક નોંધ.