STORYMIRROR

Patel Padmaxi

Inspirational Others

4  

Patel Padmaxi

Inspirational Others

દાવપેચ

દાવપેચ

1 min
190

કર્યા ના કોઇ દાવપેચ હદયની રમતમાં,

પૂરી ખેલદિલીથી રમી રહયા છે બાજી.


સ્મરણને સજાવી પ્રત્યેક પળ-પળમાં,

હર સ્મૃતિ રાખી છે એકદમ તાજી.


નિરખીને પ્રિતની આ અનોખી રીતને,

પ્રખ્યાત કહેવાતી રીતિઓ પણ લાજી.


કર્ણોના પટલમાં ગાજતી સરગમ મધુરી,

ધરાથી ગગન સુધી જોને રહી ગાજી.


છોડી દે તું જીવન શતરંજની રમત મનડાંથી,

કિસ્મત પણ સાચા પ્રેમથી થાયે રાજી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational