STORYMIRROR

Alpa Vasa

Inspirational

2  

Alpa Vasa

Inspirational

દાંપત્ય

દાંપત્ય

1 min
14.4K


દાંપત્ય જીવન એટલે,

સૂકા ભૂખરા કાંટાળા પ્રેમના પંથ ઉપર,

હૂંફની લીલીછમ જાજમ બિછાવી,

અવિરત ચાલ્યાં જ કરવું.

 

ચાદર જરા જીર્ણ થઈ કે,

કાંટો વાગ્યો પગમાં,

ને જખ્મી થયું દિલ.

 

એક પછી એક સ્ટેશન આવતા જાય ને,

સરતા જાય છે...

પારકાં ને પોતીકાં ચઢતાં ને ઊતરતાં જાય છે...

 

સમય રસ્તાને કાપે છે?

કે રસ્તો સમયને કાપે છે?

કે પછી સમય ને રસ્તો બંને,

મને અને દામ્પત્યને વહેર્યા કરે છે.

 

પણ અંતે...

 

એક્વેરિયમની મંઝિલ વિનાની માછલીની જેમ,

બે જણમાં + - થતાં થતાં,

બાકી રહ્યાં ફરી...

બે જણ!

 

 

 

 

 

 

 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational