STORYMIRROR

Zalak bhatt

Drama Tragedy Fantasy

3  

Zalak bhatt

Drama Tragedy Fantasy

દાદા

દાદા

1 min
345

સુની હવેલીમાં પગરવ તમારાં

લાકડીની સંગે સંભળાતા હતાં,


એલા, ઊભા રો’ કહેવાને જઉ હું જ્યારે

લથડતાં-લથડતાં તમે આવતાં હતાં !


હું થોડો ખિજાઉ તમે થોડાં રિસાઓ

પણ, ગોળીઓના સંગે જ ખાતાં હતાં,


હું ધોતો કદિક જો ચાની તપેલી

તો થેલી લઈ આપ બ્હારે જાતા હતાં,


શું બોલીએ ? સમજશે શું પે’લો રંગીલો !

કેમકે, ચોખટાંનાં બે મોં એ નાતા હતાં,


હું જમતો ચઢાવી પહેલાં એ ચોકઠું

બાદમાં જ આપ તો ખાતાં હતાં,


ભૈ કેવું પડે, મજબૂરી કે પ્રેમ હતો આપનો !

પણ,પત્ની વ્રત સારું નિભાવતાં હતાં,


બારીની પાસ આપ બેસો મલકતાં

તો કાબર-ખિસકોલી પણ આવતાં હતાં,


દેતો હું એને રોજ દાણા ને પાણી ને

આપ વાતો એ એને ચઢાવતાં હતાં,


ભલે હાથ હો ધ્રૂજતાં ને પગે પાવર નૈ

પણ,કામ સૌના પાર પણ લગાવતાં હતાં,


ભલા,આપની સલાહથી આગળ વધતાં

તેઓ મેવા-પેંડાઓ પણ લાવતાં હતાં,


ને આપણે ડાયાબીટીસ જોઈને ધરાયાં

પણ,કાનો-વેલી યાદ આવતાં હતાં !


લાવોને,આ બેઠો છ આ જ મારો કાનો

કહી મંદિરમાં મને લઈ ચાલતાં હતાં,


આવું જ ભોળપણ કદિ થાય ના અલગ કહું

તો, આપ મંજીરા લઈ ગાણાં ગાતાં હતાં,


એવું તો શું થયું ? કે હું થયો એકલો

જ્યારે જનમો-જનમના એ નાતા હતાં,


આજ હાથમાં છડી છે, મોં એ છે ચોકઠું

ને છવિમાં આપ મલકાતાં હતાં,


હવે, સુની હવેલીમાં પગરવ તમારાં

કાં લાકડીની સંગે સંભળાતા નહોતાં ?


એલા ઊભાં રો’ કહેવાને જાઉં હું કોને ?

લથડતાં-લથડતાં તમે આવતાં નહોતાં,


કોને ખિજાઉ ? હું કોની સંગ ખાઉં ? કા'ન

બાદમાં, તમો તો મારા રાધા હતાં,


કોઈ માને ન માને, હું પણ આવ્યો છવિ એ

ને હવે આપણે હવેલીના દાદા હતાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama