ચરણ તારે ચાલવાનું છે
ચરણ તારે ચાલવાનું છે

વાટ બાકી છે હજુ આખી,ચરણ તારે ચાલવાનું છે.
આ ગણતરી એ રીતે રાખી,ચરણ તારે ચાલવાનું છે.
કાકરા કાંટા ભણી તારે તાકવાનું નથી,
ચાલતા માર્ગે કદી તારે થાકવાનું નથી,
સાથ તડકા છાયડા સાખી ચરણ તારે ચાલવાનું છે
આ ગણતરી એ રીતે રાખી,ચરણ તારે ચાલવાનું છે.
રાહમાં કોઇ તને સંગાથી મળે ના મળે,
કો પરિચિત પગલું આંખો તારી કળે ના કળે,
ચાલવાનું છે યુગો ભાખી, ચરણ તારે ચાલવાનું છે.
આ ગણતરી એ રીતે રાખી,ચરણ તારે ચાલવાનું છે.
પગલે પગલે તારે કેડી કંડારવાની છે,
સાથ શ્યામલ એક મૂરતને ધારવાની છે,
રોશની છો રાહે હો ઝાખી,ચરણ તારે ચાલવાનું છે,
આ ગણતરી એ રીતે રાખી,ચરણ તારે ચાલવાનું છે.
('મારા પગલાં મારા ભણી'માંથી)