ચોપાટ આ જિંદગીની
ચોપાટ આ જિંદગીની
થઈ પ્રમાદી જીવશો તો, લાવશો ક્યાંથી સમય સારો ?
છોડશો જો ભાગ્ય પર તો આણશો ક્યાંથી સમય સારો ?
જાત ઘસવી ના ગમે ને, સપનાં સેવવા મોટાં,
કર ધરો લમણે પછી તો ભાળશો ક્યાંથી સમય સારો ?
છળકપટથી જીતવી, ચોપાટ આ જિંદગીની બસ,
ખ્યાલ ખોટા રાખશો તો પામશો ક્યાંથી સમય સારો ?
ઉર અહમ રોગ મોટો, અજગરી ભરણો ગણી લેવો,
થાય ના એનું હવન તો, માણશો ક્યાંથી સમય સારો ?
વાત સાદી સાવ છે, બરબાદ ના કરવો સમય 'શ્રી',
પાળ બાંધી ના શકો તો, રોકશો ક્યાંથી સમય સારો ?
