ચોકલેટી પ્રેમ
ચોકલેટી પ્રેમ
તારોને મારો પ્રેમ ચોકલેટ જેવો,
દેખાડો નહી, પણ મીઠો રે મીઠો,
વગડાની વાટે ને ટહુકાની સાથે,
દરિયાકિનારે ને ચાંદની રાતે,
એવો પાંગર્યો આ સંબંધ એવો,
દેખાડો નહી પણ પણ મીઠો રે મીઠો,
કયારેક ઘેરાયા સંબંધોનાં મેળે,
કયારેક રેલાયા લાગણીની છોળે,
તોયે રહ્યો અકબંધ એવો,
દેખાડો નહી પણ પણ મીઠો રે મીઠો,
કેટલાય લેખાજોખા આવ્યાં જીવનમાં,
અપમાનનાં ઘાવ ઝીલ્યાં જીવનમાં,
તોયે કયારેય ડોલ્યો નહી એવો,
દેખાડો નહી પણ મીઠો રે મીઠો,
કયારેક આવ્યો નિરાશાનો કાફલો,
ક્યારેક ફૂટ્યો આશાનો રાફડો,
તોયે તર્ક-વિતર્કથી પરે
એવો પણ મીઠો રે મીઠો,
દેખાડો નહી પણ મીઠો રે મીઠો,
લાગણીનાં ઘૂઘવાયાં દરિયા જીવનમાં,
વેદનાના પથરાયા પડછાયા જીવનમાં,
તોયે મહેક્યો આ સંબંધ એવો..
દેખાડો નહી પણ મીઠો રે મીઠો,
કેટલાય આવ્યાં કષ્ટ જીવનમાં,
તોયે ન ડગ્યો વિશ્વાસ જીવનમાં,
આ તો છે જન્મોજનમનો નાતો,
દેખાડો નહી પણ, મીઠો રે મીઠો,
તારોને મારો પ્રેમ ચોકલેટ જેવો,
દેખાડો નહી પણ, મીઠો રે મીઠો.

