ચોકલેટ મીઠી મીઠી લાગે રે
ચોકલેટ મીઠી મીઠી લાગે રે
મમ્મી આવે પપ્પા આવે
સાથે મજાની ચોકલેટ લાવે
આ ચોકલેટ મીઠી મીઠી લાગે રે...
નાનાં મોટાં સૌને ભાવે
દાદા લાવે દાદી લાવે રે
આ ચોકલેટ મીઠી મીઠી લાગે રે...
મીઠી મીઠી ચોકલેટ આવે
ખાટી મીઠી ચોકલેટ આવે
આ ચોકલેટ મીઠી મીઠી લાગે રે...
કેટબરી આવે, પર્ક સાથે મંચ આવે
ભાઈને ભાવે, બેનને મીઠી મીઠી લાગે
આ ચોકલેટ મીઠી મીઠી લાગે રે...
મામા મારા રોજ રોજ આવે
ખિસ્સા ભરીને ચોકલેટ લાવે
આ ચોકલેટ મીઠી મીઠી લાગે રે...
નિશાળે મને એકડા આવડે
બહેન મારા ચોકલેટ અપાવે
આ ચોકલેટ મીઠી મીઠી લાગે રે...
નાનાં ભાઈનો જન્મદિન આવે
પેકેટ ભરીને ચોકલેટ આવે
આ ચોકલેટ મીઠી મીઠી લાગે રે...
