STORYMIRROR

Zalak bhatt

Drama Romance Tragedy

3  

Zalak bhatt

Drama Romance Tragedy

ચક્રવાત

ચક્રવાત

1 min
238

સાત ફેરા ફરીને આવ્યાં ત્યારથી

ઊઠ્યો ચક્રવાત થમશે ? જ્ઞાત નથી,


પુષ્પએ છૂટી ગયું છે ડાળથી

પણ,પાંદડી વેરાઈ હવાના મારથી,


સૌ-સૌની મોજમાં છે એટલાં કે

પગ તળે કચડાય તેનું ભાન નથી !


હાથમાં શું હાથ લીધો કે હક થયો ?

નાહકના નિયમો-પ્રથાના વારથી !


કંઈ જ ના બોલ્યું ફૂલ એ સહેતું ગયું

કદી આવશે સુગંધ એવા વિચારથી,


ને આવી સુગંધ તો માળી મોભમાં !

જે ગયું અસ્તિત્વ તેનો સાર નથી ?


કોણે કરી પ્રથા આ કેવા ભાવથી ?

સાગર દૂર થઈ ગયો છે નાવથી !


કોણ લઈ જશેને કોણ તારશે ?

તટ પર પડી છે નાવ ક્યારથી,


ફરી, ઊઠ્યો ચક્રવાતને આવ્યાં સારથી !

સાત ફેરા થઈ જશે મજધારથી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama