ચકલી
ચકલી


નાથને દિકરો બેઠાં બેઠાં વાતમાં હતાં
દિકરાની નજર દાદાની તસ્વીર પર ટીંગી,
તસવીરની સોડમાં રહેલા માળાને દેખ્યો
વાલિદ ને પૂછ્યું માળો કેમ ખાલી રે,
પિતા ની અંતરઊર્મિ એ દાઝ દીધી
તનય આ માળો ચકલીએ છોડે વર્ષો થયાં,
નાથની છલકાણી આંખો કે'તા સઘળું
વર્ષો વિત્યા માળો છોડયે ચકલી ને રે,
સફાળો બેઠો થયો તનય સૂની વેદના રે
ચકલીની વેદના વછૂટી તે રે.