Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gunvant Upadhyay

Inspirational Classics

3  

Gunvant Upadhyay

Inspirational Classics

છુટ્ટાં પડી ગયાં

છુટ્ટાં પડી ગયાં

1 min
14K

છેક પાસે આવીને છુટ્ટાં પડી ગયાં;

એટલે તો આખરે અરધાં રહી ગયાં.

ચેક કોરો હાથમાં આવ્યો હતો ખરો--

ના વટાવી ખાલીખમ ખિસ્સા બની ગયાં.

સૂર્ય ઇચ્છો એમ એકે ઊગતો નહીં;

ક-સમય સારા દિવસ માઠાં થઈ ગયા.

સુખનું સરનામું જરી ના હાથ લાગતું;

પંક્તિમાં એવા જ તો પીડા લખી ગયા.

વૃક્ષના અવસાદને શું નામ આપવું?

પર્ણ ખેર્યા ત્યારે એ સામા મળી ગયા.

રોજ આદતવશ સહજ પગલાંઓ જોઉં છું--

થાય છે; કંઈ કેટલાં પગલાં તરી ગયાં ?!

મૂળહીણાં વૃક્ષને શાખા ફૂટી નહીં;

તો અપેક્ષા; રૂપ ને આભા શમી ગયાં.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational