Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance

4.1  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance

છું આજ હું ભીનો

છું આજ હું ભીનો

1 min
630

છું આજ હું ભીનો,

યાદ કરી આંસુથી ભીનાશ કોઈ વેરે છે કે શું ?

હળવે રહીને પણ,

શ્વાસમાં ભરી મારું સ્મરણ કોઈ કરે છે કે શું ?

એ અંબોડે બેસીને,

ચાંદલિયા ચમકારે નિજ પ્રિતમને ખોળે કે શું ?

કંપન કેરા કામણથી,

ઝરે પ્રેમ પ્રચુર એ ઓષ્ઠ વળી મલક્યા કે શું ?

ખનક મધુરી ગુંજે તો,

કંગન ચૂડી ઉમંગ પ્રસારી ક્યાંક થરક્યા કે શું ?

મધ રેડાતું કર્ણ પટલે,

એ ઝાંઝર પગમાં પમરી ઉઠતાં, રણક્યા કે શું ?

કંચન વરણી કાયા માથે,

આભૂષણનાં અજવાળાં વળી ઝળક્યા કે શું ?

છું આજ હું ભીનો,

યાદ કરી આંસુથી ભીનાશ કોઈ વેરે છે કે શું ?

Rate this content
Log in

Similar gujarati poem from Romance