છોડ તું
છોડ તું
વધુ લપલપ છોડ તું, સતત ગપસપ છોડ તું
આપવાનું હોય ભૈ, ફકત ખપખપ છોડ તું
એ વસે છે ભીતરે, શોધ ને જપ છોડ તું
જા ઠરી તો છે મજા, અગન નું તપ છોડ તું
બંધ આંખો ચાલશે, સાવ ઝાંખપ છોડ તું
કૈંક"રશ્મિ"હો અલગ, બધું માફક છોડ તું
