STORYMIRROR

Rohit Prajapati

Drama

4  

Rohit Prajapati

Drama

છેવટ સુધી

છેવટ સુધી

1 min
354

સાગરના અનંત એવા તટ સુધી,

પ્રેમની ઊંડાઈ રહે છેવટ સુધી.


તારા દુ:ખમાં હરદમ સાથે રહું,

મારા અંતની દરેક આહટ સુધી.


જિંદગી મારી હંમેશા તું જ રહે,

જીવનના વિશાળ આ તટ સુધી.


ખારાશ ભલે ભળે સાગરની,

તોય ભળતી રહે તું છેવટ સુધી. 


પલકો મારી ઝબકીને શોધે તને,

પગરવ સંભળાયાની આહટ સુધી. 


સ્વપ્ન પુરુ થાય ને તું મારી થાય,

અનંતમાં ઓગળું જીવન તટ સુધી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama