STORYMIRROR

Heena Modi

Inspirational Tragedy Romance

3  

Heena Modi

Inspirational Tragedy Romance

છે હાથમાં કલમ

છે હાથમાં કલમ

1 min
26.6K


છે હાથમાં કલમ એ ચલાવી શકી નહીં,

લખવા મથું છું એ જ ઉતારી શકી નહીં.

હર પળ ઝબોળી રાખી કલમ રક્તમાં છતાં,

આંખેથી અશ્રુબિંદુ વહાવી શકી નહીં.

લુંટાવ્યો પ્રેમ તો ય કિનારો મળ્યો નહીં,

મધદરિયે ભવની નાવ ચલાવી શકી નહીં.

ગરકાવ થઈ શકી નહીં ગઝલોના સાગરે,

ઊર્મિની લાશ એમાં ડુબાડી શકી નહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational