ચેતના બનીને
ચેતના બનીને
ચેતના બનીને જડ ને ચેતન વચ્ચે,
ઝૂલતી આ દુનિયામાં,
ચેતના બનીને પાંગરે છે નવજીવન !
દિવસોથી રાહ જોતા જગતના તાત પર,
ચેતના બનીને વરસે છે બુંદોની ઝરમર !
બીજ કુક્ષીમાં પાંગરે ત્યારથી માના મુખ પર,
ચેતના બનીને ચમકે છે એનું માતૃત્વ !
હાર માનીને નિરાશ થયેલા વ્યક્તિ ઉપર,
ચેતના બનીને ઝળકે છે આશાનું કિરણ !
