ચાંદ
ચાંદ
આકાશમાં ટહેલતો ચંદ્ર,
જાણે સરોવરમાં તરતા રાજહંસ જેવો લાગે,
ચાંદ નું આં રૂપ જોઈ,
દરિયો પણ પાગલ થાય,
કવિઓની કલ્પના છે આ ચાંદ,
કોઈ સ્ત્રીના સુંદર મુખડા જેવો ચાંદ,
ચુંબકીય સૌંદર્યનો માલિક છે ચાંદ,
ચકોરીનો પ્રેમી પાગલ છે આ ચાંદ.
