STORYMIRROR

Kalpesh Vyas

Inspirational

3  

Kalpesh Vyas

Inspirational

ચાલતો રહેજે પથિક તું

ચાલતો રહેજે પથિક તું

1 min
1.2K



ચાલતો રહેજે પથિક તું ચાલતો રહેજે (૨)


મંઝિલની દિશામાં તું ચાલતો રહેજે,

વડીલો તારા, તારી દિશા બનાવશે

તમસના તારા તને દિશા બતાવશે

ચિંધેલા માર્ગ પર તું ચાલતો રહેજે

ચાલતો રહેજે પથિક તું ચાલતો રહેજે (૨)


ક્યારેક ધૂળની ડમરીઓ ઊડશે

ક્યારેક ધોધમાર વરસાદ પડશે

ક્યારેક સૂરજનો તાપ માથે ચડશે

ક્યારેક સુસવાટાભેર પવન ફુકાશે

અર્જૂન બની મત્સ્યઆંખ તું ધ્યાનમાં રાખજે

ચાલતો રહેજે પથિક તું ચાલતો રહેજે(૨)


પથિક છે તું જ્વાળામુખી ભરેલા પથનો

નાના-નાના તલખણાથી ગભરાઈશ નહી

તુજ સામે મલકાશે ઘણી માયાવી શક્તિ

સંમોહિત થઈને તું પણ મલકાઈશ નહી

એકાગ્રતાથી તારા માર્ગે ચાલતો રહેજે

ચાલતો રહેજે પથિક તું ચાલતો રહેજે (૨)


પંચમહાભુતોનું શરીર છે તારું

ઈરાદાઓને તું એમનાંથી પરે રાખજે

તું જ પોતે પથદર્શક છે પોતાનો

આ હકીકત ધ્યાનમાં તું સત્વરે રાખજે

એકલો ભલે હોય તું માર્ગે ચાલતો રહેજે

ચાલતો રહેજે પથિક તું ચાલતો રહેજે(૨)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational