ચાલો લેવા જઈએ રે
ચાલો લેવા જઈએ રે
દિવાળી આવી દિવાળી આવી
ફટાકડાની ભરમાળ લાવી
ચાલો લેવા જઈએ રે....
મોટા મોટા ને નાનાં નાનાં ફટાકડા
સૌને ગમતાં એ ફટાકડા લાવી
ચાલો લેવા જઈએ રે...
સૂતળીબોમ્બ ને ભીંત ભડાકા
સાથે એ તો ચાંદલિયાની ચટપટ લાવી
ચાલો લેવા જઈએ રે.......
ફૂલઝર લવિંગયા સાથે ચકલી આવી
ઊંચા આકાશે ઊડતાં રોકેટ લાવી
ચાલો લેવા જઈએ રે.......
લક્ષ્મીબોમ્બ ને મોટાં ટેટા
નાનાં મોટાં સૌને ગમતાં
ચાલો લેવા જઈએ રે....
