ચાલો કરીએ સફાઈ
ચાલો કરીએ સફાઈ
ક્યાંક ઘર તો ક્યાંક ઓફિસની ચાલો કરીએ સફાઈ,
ક્યાંક તન તો ક્યાંક મનની પણ ચાલો કરીએ સફાઈ,
કેટલોક કચરો માળિયે પડયો ચાલો કરીએ સફાઈ,
કેટલોક કચરો મનમાં રહ્યો ચાલો કરીએ સફાઈ,
ક્યાંક નકામો સામાન પડ્યો ચાલો કરીએ સફાઈ,
ક્યાંક ભૂલોની ફાઈલ પડી ચાલો કરીએ સફાઈ,
વર્ષો પહેલાંની પડેલ જૂની ગોઠવણી હવે ચાલો બદલીએ,
મનના ખૂણે પડ્યા જૂના રિવાજો ચાલો એને બદલીએ,
પ્રગટાવી દીવડાઓ અંધકારને ચાલો દૂર કરીએ,
મનમાં ભરી રાખેલ કડવાશને ચાલો પ્રેમથી ભરીએ.
