Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Children

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Children

ચાલને શૈશવમાં પાછા જઈએ

ચાલને શૈશવમાં પાછા જઈએ

1 min
192


ચાલ ને સખી શૈશવમાં ફરી પાછા જઈએ

સંતા કૂકડી સાત તાળી પાચિકા, ચકરડા ને દોરડાકૂદ રમીએ

ચાલ ને સખી....


સંતાકૂકડી રમતા રમતા આપણા દુઃખોને સંતાડીયે,અને સુખને શોધી લઈએ.

ખુશીઓનો થપ્પો કરી લઈએ,

ચાલ ને સખી....


ચાલ ને સખી આ દરિયા કિનારે રેતીનું ઘર બનાવીએ.

તેને ચાંદ તારા અને મોતીઓથી સજાવીએ,

ચાલ ને સખી......


ચાલ ને સખી આ વાદળ સાથે દોસ્તી કરી લઈએ,

એ વરસાવે વ્હાલ ને આપણે લાગણીથી, તરબોળ થઈ જઈએ.

ચાલ ને સખી....


ચાલ ને સખી આ કાગળની કશ્તીમાં સવાર થઈ,

દુનિયાની સફર કરીએ

ચાલ ને સખી....


ચાલ ને સખી આ પંખીઓની પાંખ પર સવાર થઈ,

આ પરીઓના પ્રદેશમાં જઈએ

ચાલ ને સખી.....


ચાલ ને સખી શોધીએ ફરી આજે,

 ખુશીઓનું કારણ,

નદી કિનારાના વીરડામાં

રેતીના ઘરમાં,

કાગળની કિશ્તીમાં,

ઝાડના મેડામાં,

આ આંબા ડાળે,

આ સરોવર પાળે,

આ ખેતરને પાળે,

ચાલ આજે ફરી બાળક બની જઈએ,

ચાલ ને સખી....


ચાલ ને સખી આજે બાળક જેવું નિર્દોષ હસી લઈએ,

ચહેરાની ઉદાસીને સંતાડતા શીખી જઈએ,

સુખની વહેંચણી કરી,

સૌના ચહેરા પર નાનકડું સ્મિત દઈએ.

ચાલ ને સખી....


ચાલ ને સખી દુઃખને રેતીના ઢગમાં છૂપાવી દઈએ,

સુખના પગલાં ને આવકારી લઈએ

ચાલ ને સખી આપણે શૈશવમાં પાછા જઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational