પ્લાસ્ટિક એક પ્રેમ કથા
પ્લાસ્ટિક એક પ્રેમ કથા
ઝેર સાથે છે વર્ષોથી લ્હેણ માનવીના સ્વભાવમાં,
પ્રાણી પક્ષી વૃક્ષોનું કતલ કર્યું પુરા હોશો હવાસમાં.
ખબર છે નુકસાન છે મોટું પ્લાસ્ટિકના વપરાશમાં,
પણ આપણે શું 'છોને પર્યાવરણ જાય ભાડમાં !
પ્રદૂષણમાં ચાર ચાંદ લગાડનાર પ્લાસ્ટિકના અવતારમાં,
ગૂંચવાઈ ગયો છે માનવ આજે પોતે રચેલી માયા જાળમાં.
'પ્લાસ્ટિક' નામનાં અમર દાનવનાં ઉત્થાનમાં,
ધાડ મારી જાણે, વિશ્વને ધકેલ્યું છે અંધકારમાં.
કાળમૂખો આ રાક્ષસ ધડયો સગવડોના લિબાસમાં,
સામે ટક્કર આપવા કાગળ-કાપડ ઉતારીએ મેદાનમાં.
મોહ પ્લાસ્ટિકનો છોડી દઈ આવીએ સૌ ભાનમાં,
મૂંઝવણ ધરતીમાંની ઘટાડીએ થેલી છે પયૉયમાં.
'હાથનાં કયૉ હૈયે વાગ્યા' જાણી લે માનવ વતૅમાનમાં,
પ્લાસ્ટિકબેગમાં ભવિષ્ય ભારી ઉડાવીએ ના અવકાશમાં.
વિકૃતિ વસુંધરાની નિવારવા, વ્હાલનું વાવેતર વિચારોમાં,
ભૂલાવી જ પડશે કયારેક તો "પ્લાસ્ટિક - એક પ્રેમ કથા".
