સહજ ઉંધા લટકવું સિધ્ધ સ્થાને
સહજ ઉંધા લટકવું સિધ્ધ સ્થાને
આજકાલ થાય ધખારા,
બાકી રહેલા કામો પુરા કરવાના.
પાલીતાણે જઈને ચોમાસું ગાળવાના,
ધરાઇ ગયો છું સંસારે શ્વસી શ્વસીને.
પ્રાપ્ત કરી લીધું બધું,
જે જે મેળવવા પાત્ર તે બધું.
ફરીથી ન જન્મપીડા,
કે ન દેહને ચિતાની સજા.
હવે થોડો શ્વાસ ખાઈને મૂકવી છેલ્લી દોટ,
પ્રભુ તારી પાસે આવીને,
સહજ ઉંધા લટકવું સિધ્ધ સ્થાને.
