STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

ચાલને એકબીજાનાં મન સુધી જઈએ

ચાલને એકબીજાનાં મન સુધી જઈએ

1 min
408

ચાલ ને મળીયે,

એકબીજામાં ભળીએ,

આ જિંદગી છે સાવ મીણ જેવી,

ઘડીભરમાં સમયની આગથી ઓગળી જશે,

ચાલને મીણબત્તી બની કોઈના જીવનમાં પ્રકાશ પાથરીએ,


સમયનો ચાકડો તો ગોળ ગોળ ફર્યા કરશે,

ચાલને થોડી માટી લઈ,

કોઈના જીવનને નવો આકાર આપીએ,


જીવન છે બે દિવસના મેળા જેવું,

ચાલ ને આ મેળામાં મહાલિયે,

ક્યારે આવી જશે મૃત્યુ ક્યાં ખબર છે,

ચાલ ને કોઈના જીવનને ઉજળું કરીએ,


ક્યાંક છે નફરતની આંધી,

ક્યાંક છે બદલાની આગ,

ચાલને વાદળી બની એને ઠારીએ,

ચાલને ધોધમાર વરસી, ઈર્ષ્યા, અદેખાઈ, નફરતને સાફ કરીએ,

ચાલને ક્યાંક મળીયે,


ચાલને સ્નેહના સૂત્રોથી,

પ્રેમના પ્રમેય સાબિત કરી લઈએ,

હેતની હેલી બની વરસી જઈએ,

આમ લાગણીની અભિવ્યક્તિ કરી લઈએ,

એકમેકનાં મન સુધી સફર કરી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance