STORYMIRROR

Falguni Rathod

Inspirational

4  

Falguni Rathod

Inspirational

ચાલ યુવાન

ચાલ યુવાન

1 min
249

ચાલ યુવાન તું નવીન વિચારે;

સંગ સાથે આજ આગળ થઈ જા.

કપરી ઘડીમાં મક્કમ પગલે ;

તું દેશને કાજ આમ જ વહી જા .


સંચિત તું તારા આ દેહ રક્તને ;

નવ પ્રાણ હૃદયમાં જો ભરી જા.

ઉજ્જવળ ભાવિ પથ કેરાં સ્વપ્ને;

તું મુક્તિ નાદ ઘોષને ગજવી જા.


સંકટ પથ પર આવી ઊભોને;

પ્રલય કરવા તૈયાર થઈ જા.

કણકણમાં તુંજ વ્યાપ્ત મરુંના;

શ્વાસે શ્વાસે લયનો તાર છેડી જા....


ઉપર આભે શ્વેત ધવલ રંગે ;

શાશ્વત શૌર્ય સમર્પણ ફૂંકી જા.

વીરગાથા જન-જનમાં જો ગૂંજે;

એવી દિવ્ય મધુરતા મહેકી જા.


સજલ નયનો મુક્તિ પથ ઝંખે;

સ્નેહ રાગે ભીતરથી ભમરી જા..

સદી સદી નવા લેખાજોખા જોડે ;

વિશ્વે સફળ સરતાજ કરી જા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational