ચાલ રમીએ
ચાલ રમીએ
ચાલ કવિ કવિ રમીએ ને કવિતાને રચીએ
ચાલ ચિત્રકાર ચિત્કાર રમીએ ચિત્રોને દોરીએ,
ચાલને શિક્ષક શિક્ષક રમીએ બાળકોને ભણાવી લઈએ
ચાલ ખેડૂત ખેડૂત રમીએ ખેતરને ખંતથી ખેડીએ,
ચાલને ડોક્ટર ડોક્ટર રમીએ ને દર્દીને સજા કરીએ
ચાલને કડિયો કડીયો રમીએ ને મકાનને ચણી લઈએ,
ચાલને જીવન જીવન રમીએ રમીને જીવન જીવીએ.
