ચાલ ને
ચાલ ને
ચાલને, આપણે એક કવિતા લખીએ,
આપણા સંબંધની વાત એમાં લખીએ,
એ સંબંધની સ્નેહવર્ષામાં ભીંજાઈએ,
સ્નેહ વર્ષામાં ભીંજાઈ ને તાજા થઈએ.
ન ભુલાયેલા સંબંધો ને તાજા કરીએ,
સંબંધોને પ્રાણથી અધિક જાળવીએ,
આ સ્નેહ સંબંધ ને એક નામ આપીએ,
ને એકમેકના દિલમાં વસી જઈએ.
