Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya

Inspirational

3  

Meenaz Vasaya

Inspirational

ચાલ ને આપણે ભીતર જઈએ

ચાલ ને આપણે ભીતર જઈએ

1 min
206


બહાર બહુ મારી લટાર,

ચાલ ને ! ભીતર જઈએ,

બાગ બગીચા બહુ જોયા 

ચાલ ને ! ભીતર એક પ્રેરણાનો બાગ રચિયે,


ખળ ખળ વહેતી નદીને ઝરણાં જોયા

ચાલ ભીતરે આ રણકાર સાંભળીયે,

હૃદયના બગીચામાં ઊગ્યું આ અહંકાર ને

નફરતનું ઘાસ

ચાલ ! પ્રેમના દાતરડાથી એને કાપીએ,

ફરી આ બાગ ને લીલોછમ બનાવીએ,

ચાલ ને ! ભીતર જઈએ ખુદ ને મળીયે,


નફરત વેરઝેરના સૂકા પર્ણો ને બાળીએ,

ચાલ ને ! ભીતર ના ખેતર ને આજે સાફ કરી કરીએ,

વિચારોની કોદાળીથી આ મનનું ખેતર ખેડી લઈએ,

પ્રેમનાં બીજ એમાં રોપી લઈએ,

ચાલ ને ! આપણે ભીતર જઈએ,


ચાલ ને ! મરજીવા બની ભીતરનો દરિયો ડહોળીએ,,

ભીતર પડેલા વિચારોના મોતીને આમ ગઝલમાં પરોવીયે,

ચાલ ને આપણે ભીતર જઈએ,

ભીતર સૂતા શમણાંઓ સોનેરી,

ચાલ ને ! એને જગાડીયે,

ચાલ ને ! આપણે ભીતર જઈએ,

સપનાઓને સાકાર કરીએ,

ચાલ ને ! આપણે ભીતર સૂતેલા આતમને જગાડીએ,

ઈબાદતની પાંખો થકી આ જન્નતની સેર કરીએ,

ચાલ ! પરમાત્મા ને મળીએ,

ચાલ ને ! આપણે ભીતર જઈએ,

ખોવાયેલા ખુદને શોધીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational