STORYMIRROR

Sargam Bhatt

Inspirational Romance

5.0  

Sargam Bhatt

Inspirational Romance

ચાલ જીવી લઈએ

ચાલ જીવી લઈએ

1 min
2.1K


વ્યસ્તતા ભર્યા જીવનમાં થી એકાદ,

નવરાશની પળ ચાલ જીવી લઈએ.


બે રંગ થઈ ગયેલી જિંદગીમાં ,

આજે રંગો ભરી ચાલ જીવી લઈએ.


બેસુરી બની ગયેલી આ જિંદગીમાં,

સરગમના સુરો રેલાવી ચાલ જીવી લઈએ.


મુરઝાયેલા ચેહરા ઉપર સ્મિત લાવી,

ખીલેલા ગુલાબ જેવા બનાવી લઈએ.


અસરલ થઈ ગયેલી આ જીંદગીને ફરી,

એકવાર સરલ બનાવી ચાલ જીવી લઈએ.


આપણી પ્રેમકથાને અનુસરતા લોકો માટે,

એક ઉમદા ઉદહરણ બની શકીએ તેમ ચાલ જીવી લઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational