ચાહત
ચાહત


દરેકને પોતાની જન્મભૂમિ,
માદરે વતનનું સ્વાભિમાન હોય છે,
જિંદગીમાં રહીંએ ગમે ત્યાં,
માદરે વતનનું અનુસંધાન હોય છે.
માદરે વતનનું ખેંચાણ,
બની રહે છે મહકતી ચહકતી ચાહત,
જિંદગીમાં પ્રાપ્ત કરીંએ ગમે તે કક્ષા,
દિલમાં વતનનું ગાન હોય છે.
વતન પ્રેમની જ્યોત વધુ પ્રજવલે,
જ્યારે હોઇએ વતનથી દૂર,
વતન સાથે જોડાયેલ હોય છે,
બચપનની યાદોનું ઘોડાપૂર.
માદરે વતનનું ખેંચાણ,
બની રહે છે મહકતી ચહકતી ચાહત,
વતન હોય ગમે તે જગ્યાએ,
વતન પ્રેમ રાખે છે ચકચૂર.
દૂર હોઇએ ત્યારે,
તાકતા રહીએ છીંએ વતનની રાહ.
વતન છે મા અને માટીની મહેકની ગવાહ.
માદરે વતનનું ખેંચાણ,
બની રહે છે મહકતી ચહકતી ચાહત
અંત સમયે વધતી જાય છે,
વતન પંહોચવાની ચાહ.