STORYMIRROR

Nana Mohammedamin

Tragedy Others

4  

Nana Mohammedamin

Tragedy Others

બસની મુસાફરી

બસની મુસાફરી

1 min
563

જરા જુનું અને જરા જર્જરિત,

થોડો ઘણો ખખડાત સાથે આગળ વધતું,

બેઠા હોય બસમાં ને કરાવે અનુભવ ઊંટગાડીનો,

હું જે બસમાં મુસાફરી કરું છું......


સંતુલન બનાવવું થોડું મુશ્કેલ,

સતત ધ્રુજારી સાથે આંતરડા ધ્રુજતા હોય,

ચાલકનું ઘડ પણ ધ્રુજારી સાથે કરચલીઓ પેદા કરે,

હું જે બસમાં મુસાફરી કરું છું......


મુસાફરોથી ખચોખચ ભરેલું,

કેટલાકનાં બાળકો હોય જે હાથમાં લપેટાયેલા,

કેટલાકનાં હાથમાં ફોનને કાન ઈયર ફોનથી લપેટાયેલા,

હું જે બસમાં મુસાફરી કરું છું......


નાની બારીમાંથી જોતા હોય,

ઢળતો જતો સૂરજ સંતાફૂકડી રમી રહ્યો હોય,

ઝાડ જેવી સ્થિર વસ્તુ જાણે આધી પાછી થતી હોય,

હું જે બસમાં મુસાફરી કરું છું.......


સૌ કોઈને જવામાં જલદી હોય,

કેટલીક આંખોમાં ઘરનું ચિત્ર ફરી રહ્યું હોય,

કેટલાક વાતોમાં તો કેટલાક નિંદમાં મશગુલ હોય,

હું "નાના" જે બસમાં મુસાફરી કરું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy