STORYMIRROR

Sunita B Pandya

Inspirational

3  

Sunita B Pandya

Inspirational

બસ એકની કમી છે

બસ એકની કમી છે

1 min
415


ખીલ્યું ફૂલ છે, રૂપ-રંગ છે, સુગંધની કમી છે.

જિંદગી કુલ છે, રૂપ-રંગ છે, સંબંધોની કમી છે.


નોકરી છે, નોકર છે, છોકરીની કમી છે.

છોકરી છે,સુંદર છે, સંસ્કારોની કમી છે.

સફર છે, મસ્ત છે, હમસફરની કમી છે.


હાઈટ છે, રાઈટ છે, ગોરા વાનની કમી છે.

રાઈટ છે, વાઈટ છે, હાઈટની કમી છે.


દોસ્તો છે, સલાહકાર છે, સગા-સંબંધીની કમી છે,

વિશ્વાસ છે, સમજણ છે, લાગણીની કમી છે.

લાગણી છે, સંસ્કાર છે, સંતોષની કમી છે.


મન મક્કમ છે, ધનની કમી છે.

ધન છે, ધંધો છે, મજબૂત મનોબળની કમી છે.


ઘર છે, ધન છે, સંતાનની કમી છે.

સંતાન છે, ઉતાવળા છે, સમજણની કમી છે.

સમજણ છે, સંતોષ છે, લાગણીની કમી છે.


બંગલો છે, સજ્જન માણસો છે, સ્વચ્છતાની કમી છે.

સ્વસ્છતા છે, સજ્જન છે, સ્વાસ્થ્યની કમી છે.

સ્વાસ્થ્ય છે, સ્ટેટસ છે, સ્વતંત્રતાની કમી છે.

લાઈફ સેટ છે, મસ્ટ છે, સ્ટેટસની કમી છે.


માણસની ફરિયાદો આંબાના વૃક્ષ ઉપર બેસેલી કોયલ સાંભળે છે,

અને કોયલ અને વૃક્ષ સાથે બેસીને વાતો કરવા લાગ્યા,

માણસ આવી ફાલતુ ફરિયાદો કેમ કરે છે ?

પાલતુ પ્રાણીઓ પણ ફરિયાદો તો નથી કરતા.


કોયલ કહે છે, 

મેં તો ક્યારેય ફરિયાદ નથી કરી,

મોર પાસે નર્તન અને સંગીત બંને છે,

મારી પાસે નર્તનની કમી છે,

આંબો કહે, 

મેં પણ ક્યારેય ફરિયાદ નથી કરી કે,

મારી પાસે સુગંધી ફૂલની કમી છે,

ગુલાબ પાસે સ્વાદિષ્ટ ફળોની કમી છે.                            


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational