STORYMIRROR

Nayana Charaniya

Romance

4  

Nayana Charaniya

Romance

બની શકે શું એવું ?

બની શકે શું એવું ?

1 min
394

જેવી છું એવી જ સ્વીકારીલે ને મને ! 

મારા ગુણ અવગુણ પણ ગમે ક્યાંક તને,

ફરી સ્વીકારે તું મને, બની શકે શું એવું ? 


ચાહતની ચાંદની સાથે જોઈ હતી તારી,

ચાતકની પ્યાસને પણ ખમી શકે તું !

ફરી રાહ જુએ તું મારી, બની શકે શું એવું?


હસ્યા ને રડ્યા હતા જ્યારે આપણે સંગાથ,

રડવાને આજ એકલી જ મારી આ સાંજ !

ફરી હાસ્યની સવાર બને તું, બની શકે શું એવું ? 


ઉદાસીના આ કાળા વાદળોએ ઘેરી મને આજ,

તરસુ હું લાગણીઓના વરસાદને કાજ,

ફરી પ્રેમની ભીનાશ લઈને આવે તું, બની શકે શું એવું ?


ક્યારેક તો મળશે રાધાને એનો આ શ્યામ,

સાચા ને ખોટા, સૂતા ને જાગતા જોઉં સપનાઓ,

ફરી પૂરા કરવાને આવે તું,બની શકે શું એવું ?


સવારને સાંજ માળા તારા જ નામની હું જપતી,

મીરાં કે નરસિંહની ભક્તિ તો એક સરખી,

ફરી ખોલું 'નેત્રમ ' ને થાય દર્શન, બની શકે શું એવું ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance