STORYMIRROR

Chaitanya Joshi

Fantasy Inspirational Tragedy

3  

Chaitanya Joshi

Fantasy Inspirational Tragedy

બંધન

બંધન

1 min
27.6K


સ્વતંત્રતા હણાય છે માનવીની આવતાં બંધન,

ભલેને હોય આપણી મરજીનાં ગમતાં બંધન,


ભાઈને હાથે આવે છે બહેનીનું રક્ષા તણું બંધન,

સપ્તપદીનાં સાતફેરાથી થયેલ સ્વીકારતાં બંધન,


નોકરી કરી અર્થોપાર્જન અર્થે સમયનું છે બંધન,

ભણવા કાજે છાત્રોને પરીક્ષાનાં મળતાં બંધન,


ઓફિસનાં અધ્યાયે સૂરમાં સૂર પૂરાવવો રહ્યોને,

સ્વતંત્રતાનાં હનને બોસનું સહુ સાચવતાં બંધન,


નથી મુક્ત એમાંથી ઇશ્વર પણ સર્વોપરી છતાં,

ભક્તોની ભાવના પૂરવા નિયમોનાં તોડતાં બંધન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy