બંધ કર
બંધ કર
એ કલમને ટાંકવાનું બંધ કર
દ્વાર ત્યાં અટકાવવાનું બંધ કર.
એક જગ્યા પર તું નિરાંતે બેસી જા,
આમ ઝુલે ઝુલવાનું બંધ કર.
દુઃખ છે તો છે એની સાથે જીવી લે,
આ દરદને પાળવાનું બંધ કર.
વાયરે એતો ચડીને આવશે,
આમ ગોફળ વીંઝવાનું બંધ કર.
પાંપણે શમણાં કદી ત્યાં ઝુલતા,
જૂની યાદે હારવાનું બંધ કર.
કોતરો એ ખૂબ ઉંડી લાગતી,
વીરડો ત્યાં ગાળવાનું બંધ કર.
ભેખડે એતો ભરાયો આમતો,
હાથ આપી કાઢવાનું બંધ કર.
