STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

બનાવીએ શરીર સુંદર

બનાવીએ શરીર સુંદર

1 min
219

શરીર થયું છે બેઠાબેઠા બેડોળ ઘણું

આળસ કરતા થયું એતો કદરૂપું ને મોટું

ચાલને થોડી કસરત થકી બનાવીએ શરીર સુંદર,


મોટું પેટ ને જાડું શરીર આપણું

એ તો બિમારીને આપે રોજ નોતરું

ચાલને થોડી કસરત થકી બનાવીએ શરીર સુંદર,


મીઠાઈ બર્ગરને પીઝા થકી મળે સ્વાદ અનેરા

પણ શરીર અને મનને આખરે લાગે કપરાં

ચાલને થોડી કસરત થકી બનાવીએ શરીર સુંદર,


વગર મહેનતે તો વધે સ્થુળતા અચૂક

શરીરને કામે થોડું લગાવીએ બિનચૂક

ચાલને થોડી કસરત થકી બનાવીએ શરીર સુંદર,


બીમાર શરીરને સ્વસ્થ કરવા ડોક્ટર માગે પૈસા ઝાઝા

એથી વધુ તો સૌ સંગાથે રહેવાના પણ થાય ફાંફાં

ચાલને થોડી કસરત થકી બનાવીએ શરીર સુંદર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational